મોરબીમાં એક્ટિવામા બિયરના આઠ ડબલા લઈને નીકળેલો ચિરાગ પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણીવાસ ચોક નજીકથી શંકાસ્પદ હાલતમાં એક્ટિવા લઈને નીકળેલા મોઢવાણીયા શેરીમાં રહેતા ચિરાગ અશોકભાઈ પઢીયાર નામના યુવાનની તલાસી લેતા એક્ટિવાની ડેકીમાંથી કિંગફિશર બ્રાન્ડ સ્ટ્રોંગ બિયરના 6 ડબલા તેમજ બડવાઇઝર બ્રાન્ડના 2 ડબલા મળી કુલ 800 રૂપિયાની કિંમતના આઠ બિયરના ડબલા મળી આવતા પોલીસે 30 હજારના એક્ટિવા સહિત 30,800નો મૂળમાલ કબ્જે કરી ચિરાગ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- text

- text