વાંકાનેરના વસુંધરા ગામે ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઇ

- text


11 લાખની ખનીજ ચોરી મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, ચકરડી અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બેલાની ગેરકાયદે ખાણમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન ખનિજની 2188.2 મેટ્રિક ટન ખનીજ ચોરી બદલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ 11,02,763ની ખનીજ ચોરી અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી પાંચ ઇલેક્ટ્રિક મોટર તેમજ પથ્થર કાપવાની છ ચકરડીઓ કબ્જે લઈ ગુજરાત મિનરલ્સ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

- text