મોરબીના વાવડીરોડ વિસ્તારોમા કાલે વીજ કાપ

- text


મોરબી : મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ તારીખ 1 માર્ચ ને બુધવારના રોજ વાવડી રોડ ફીડર નીચેના વિસ્તારો સાંજે 4 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવશે જેથી કેટલાક વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

- text

આવતીકાલે બુધવારે વાવડી રોડ રાધાપાર્ક, શ્યામ પેલેસ, પ્રભૂનગર, પટેલની વાડી, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર 1 થી 4, જીવન જ્યોત સોસાયટી, રેવા પાર્ક, મારુતિ સોસાયટી, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી પાર્ક, વિષ્ણુ નગર, હર્ષ વાટિકા, અક્ષરધામ પાર્ક, કુબેર નગર 1 થી 4, અશોક પાર્ક, રોયલ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.

- text