ટંકારાના બંગાવડી ગામે ટિફિન સેવાના લાભાર્થે રામામંડળ રમાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી 4 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટિફિન સેવા આપતા સદભાવના સંકુલના લાભાર્થે રામામંડળ રમાશે. રામામંડળ દરમિયાન એકત્રિત થનાર રકમ ટિફિન સેવા માટે વાપરવાનો મંડળે નિર્ણય લીધો છે.

છેલ્લા 14 વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય એના ઋણ ચુકવવાના ઉમદા આશયથી ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિખ્યાત રામા મંડળ યોજવાનું આગામી 4 માર્ચ ને શનિવારે સાંજે બંગાવડી ગામે આયોજન કર્યું છે. આ પ્રસંગે એકત્રિત થનાર રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.

- text

આવા ઉમદા દાતાઓનો આભાર વ્યક્ત કરતા સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, મુકસેવાની સમાજ નોંધ લઈ હવે પોતિકાના સુખ-દુઃખના દરેક પ્રસંગે આર્થિક મદદ કરી અમારા કામને બિરદાવે છે. અમો દ્વારા દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનું નવું બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જિલ્લાના તમામ દાખલ દર્દીના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દીની સેવા માટે તથા અનુદાન માટે મો.નં. 93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ કાર્યક્રમમાં પધારવા મેંદપરા પરિવારના લાલજીભાઈ રૂગનાથભાઈ મેંદપરા, કિશનકુમાર લાલજીભાઈ મેંદપરા, ચંદ્રિકાબેન લાલજીભાઈ મેંદપરા, વૈશાલીબેન કિશનકુમાર મેંદપરાએ આમંત્રણ પાઠવ્યું છે.

- text