મોરબીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મામલે સેમિનાર યોજાયો

- text


સ્ત્રી અબળા હોવાની માનસિકતામાંથી બહાર આવી સ્ત્રી ખરેખર નારી શક્તિ હોવાનું સચોટ માર્ગદર્શન આપ્યું

મોરબી : દરેકે ક્ષેત્રે સ્ત્રી પુરુષને પણ પાછળ છોડી આગળ વધી રહી છે. ઔધોગિક એકમોમાં કર્મચારીથી માંડીને મોટા ક્રોપોરેટ હાઉસમાં મહિલાઓ આગવું અને મોભાદાર સ્થાન ધરાવે છે. પણ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીના કિસ્સા વધ્યા છે. ત્યારે મોરબીમાં કામકાજના સ્થળે જાતીય સતામણીનો શિકાર બનતી મહિલાઓ વધુ જાગૃત થાય અને નિદરતાથી સામનો કરે તે માટે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

મોરબી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા જાતીય સતામણી સામેના જાગૃતિ સેમિનારમાં સરકારી કચેરીઓમાં જુદી જુદી શાખામાં ફરજ બજાવતી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીના ચેરમેન સરોજબેન આદ્રોજા, મોરબી જિલ્લાના પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબેન ગોહેલ, નાયબ ચિતનીશ રજીબેન પંડ્યા, મયુરીબેન ઉપાધ્યાય, ડો. વૈશાલીબા અને રાજુભાઇ બદ્રખિયાએ ઉપસ્થિત રહી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ સહિતના કામના સ્થળે મહિલાઓને જાતીય સતામણીથી કેમ બચવું અને તેનો નિડરતાથી સામનો કરવો તે અંગે વિચાર વિમર્શ કર્યો હતો અને સ્ત્રી અબળા હોવાની માનસિકતામાંથી બહાર આવી સ્ત્રી ખરેખર નારી શક્તિ હોવાનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સમાજમાં સ્ત્રી પુરુષ વિશેની માન્યતાઓ વિશે પણ છણાવટ કરી હતી.

- text

- text