મોરબીના જસમતગઢ ગામની સીમમાં ચિકન શોપ મામલે ચાર શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ચિકન શોપ એટલે કે મુરઘી વેચાણનો થડો નાખવા મામલે એક યુવાનને ચાર શખ્સોએ માર મારી ઇજાઓ પહોંચાડતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે ચિકન શોપ શરૂ કરવા અંગે વિશિપરા મોરબી ખાતે રહેતા ફરિયાદી તૈયબભાઈ ગુલમામદભાઈ માણેકે નિજામ ફતેહમામદ મોવરને વાત કરતા તે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

- text

બાદમાં આરોપી નિજામ ફતેહમામદ મોવર, હાજીભાઈ ફતેહમામદ મોવર, ફારૂકભાઈ ફતેહમામદ મોવર અને મહમદ સીદીકભાઈ ફતેહમામદ મોવર રહે. કાજરડા વાળાઓએ એક સંપ કરી ફરિયાદી તૈયબભાઈને ઢીકા પાટુનો માર મારી હાથમાં ધારીયું ઝીકી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text