પડઘો ! ડામરની બદલે ગારાના રોડ મામલે ધડાધડ નોટિસ

- text


 

હળવદના સુરવદર – દેવળીયા – ચરાડવા રોડના હલકી ગુણવતાવાળા રોડ મામલે કોન્ટ્રાકટર પેઢી અને હળવદ માર્ગ મકાન વિભાગના અધિકારીનો ઉધડો લેવાયો, નમૂના પણ લેવાયા

હળવદ : હળવદ તાલુકાના સુરવદર – દેવળીયા – ચરાડવા રોડના હલકી ગુણવતાવાળા ડામર રોડ બનાવવા મામલે મોરબી અપડેટમાં ગઈકાલે ગ્રામજનોના અવાજને બુલંદ કરતો અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મોરબી માર્ગ અને મકાન વિભાગ દોડતો થયો છે, ડામરની બદલે ગારા માટીના લોંદા જેવા મજબૂત રસ્તા મામલે કોન્ટ્રાકટર પેઢીને તેમજ હળવદ માર્ગ મકાન વિભાગના અધિકારીનો ઉધડો લઇ ખુલાસો પૂછવાની સાથે આ નમૂના રૂપ હલકા રોડના મટીરીયલના નમૂના પણ લેવાયા હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર – દેવળીયા – ચરાડવાને જોડતા માર્ગને ડામરથી મઢવા સરકાર દ્વારા ઓમ કન્ટ્રક્શન પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટર દ્વારા રોડના કામમાં અત્યંત હલકી ગુણવતાવાળા ડામરનો નામ પૂરતો જ ઉપયોગ કરી તકલાદી રોડ બનાવતા હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય જાગૃત લોકોના ધ્યાને આવતા આ કામ અટકાવવા હલ્લાબોલ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તાકીદે હળવદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ખુલાસો પૂછવાની સાથે કોન્ટ્રાકટરના માણસોને સાથે રાખી જવાબ માંગવામાં આવ્યો કવે.

- text

બીજી તરફ હલકો રોડ બનાવવા મામલે માર્ગ અને મકાન વિભાગના મોરબીના અધિકારી દ્વારા કોન્ટ્રાકટર પેઢી દ્વારા બનાવાયેલ તકલાદી રોડના નમૂના પણ લેવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારની ચાડી ખાતા આ નબળા રોડ કામ મામલે હળવદ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ આકરા પગલાં પણ તોળાઈ રહ્યાના સંકેતો મળી રહ્યા છે.

- text