મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાલે શનિવારે લોન મંજૂરીપત્ર વિતરણ કરાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આવતીકાલે તા.25 ફ્રેબ્રુઆરીને શનિવારે સવારે 11 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર વિતરણના કાર્યક્રમ યોજાશે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ સુધીની કાર્યવાહી કર્યા બાદ લોકો વ્યાજખોરો પાસે ન જાય અને નાણાંની જરૂરિયાત પડે તો બૅંક અને સરકાર માન્ય ફાયનાન્સ પેઢીઓ પાસેથી લોન મેળવે તે માટે ઠેરઠેર લોન મેળાનું આયોજન કર્યું હતું. ત્યારે હવે લોન મેળામાં જે બેન્કની લોનની મંજૂરી મળી હોય તે મંજૂરીપત્ર વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આવતીકાલે તા.25 ફ્રેબ્રુઆરીને શનિવારે સવારે 11 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બૅંક લોન મંજૂરીપત્ર વિતરણના કાર્યક્રમ યોજાશે. જેમાં લાભાર્થીઓને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text