મોરબીના સીરામીક પ્લાઝામાં 50 ઓફિસોના તાળા તોડનાર તસ્કર સીસીટીવીમાં કેદ

- text


સીરામીક પ્લાઝામાં તસ્કરોના હાહાકારના સીસીટીવી ફૂટેજ જાહેર

મોરબી : મોરબી નજીક હાઇવે ઉપર આવેલ સીરામીક પ્લાઝા નામના કોમલેક્સમાં તસ્કરોએ એક બે નહિ પણ 50 જેટલી ઓફિસોના તાળા તોડીને પોલીસને પડકાર ફેંક્યો છે.સીરામીક પ્લાઝામાં તસ્કરોના હાહાકારના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 50 ઓફિસોના તાળા તોડનાર એક તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સીરામીક પ્લાઝા-1 અને 2માં ગતરાત્રે તસ્કરોએ આંતક મચાવ્યો હતો. પોલીસ અને કાયદાનો ડર ન હોય તેમ જાહેર હાઇવે પર આવેલ સીરામીક પ્લાઝામાં તસ્કરોએ એક બે નહિ પણ એકસાથે 50 જેટલી ઓફિસોના તાળા તોડીને પોલીસના કહેવાતા નાઈટ પટ્રોલીગના ધજજીયા ઉડાવી દીધા હતા. આ સીરામીક પ્લાઝમાં મોટાભાગે સીરામીક ટ્રેંડર્સની ઓફિસો આવેલી હોય જેને તસ્કરોને નિશાન બનાવ્યા બાદ સીરામીક ટ્રેડર્સની ઓફિસમાં બહુ મોટી રકમ ન હોય ત્યારે આ ચોરીની ઘટનામાં ઓછી રકમની ચોરી થઈ હતી .ત્યારે હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એક તસ્કર કેદ થઈ ગયો છે. આ તસ્કર દુકાનોમાં પ્રવેશીને ચોરી કરતો હોવાનું દેખાય છે. પણ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. આવડી મોટી ઘટનામાં આખી ગેંગ હોવાની શક્યતા વચ્ચે એક જ શખ્સ સીસીટીવીમાં દેખાતા પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

- text