મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી 181ની ટીમ

- text


મોરબી : મોરબીના ઘુંટુ નજીક મનોદિવ્યાંગ મહિલા પરિવારથી વિખુટી પડી ગયા બાદ અભયમ ટીમને મળી આવતા મોરબી 181ની ટીમે આ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકના પાઈપ બનાવતી કંપની પાસેની વાડીમાં કામ કરતાં પરિવારની દીકરી મનોદિવ્યાંગ હોવાથી ગત તા.22 ફેબ્રુઆરીના રોજ ગુમ થઈ ગઈ હતી અને ચાલતાં ચાલતાં મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોંચી હતી. જો કે, સદભાગ્યે આ મહિલા ટીમ અભયમને મળી આવતા 181ની ટીમ દ્વારા મહિલાના પરિવારની શોધખોળ ચાલુ કરી હતી. બીજી તરફ ગુમ થયેલી મહિલાને ખબર ન હતી કે કઈ જગ્યાએથી ગુમ થઈ છે જેથી મોરબી 181ની ટીમે ભારે જહેમત ઉઠાવી મહિલાના પરિવારને શોધવા પ્રયાસો હાથ ધરી પાઈપ કંપનીના માલિકના સાથ સહકારથી માહિતી મેળવીને ઘુંટુ પાસે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

- text

- text