મોરબીની પી.જી.પટેલ કોલેજની છાત્રા યુનિવર્સીટીમાં દ્વિતીય ક્રમે

- text


મોરબી : મોરબીમાં અનુસ્નાતક કક્ષાએ શ્રેષ્ઠ પર્યાય ગણાતી પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ M.Com Sem-3 ના પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં દ્વિતીય ક્રમે ઉતીર્ણ થઇ મોરબીનું અનેપી.જી.પટેલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. અનુભવી નિષ્ણાતો દ્વારા શિક્ષણ અને સચોટ માર્ગદર્શન થકી કઈ રીતે સફળતાના શિખરો સર કરી શકાય તે સાબિત કરી બતાવ્યું છે.

પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ જાકાસણીયા બંસી અમૃતલાલએ સમગ્ર યુનીવર્સીટીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જયારે ધાન્જા હેતલ દિલીપભાઈ એ સમગ્ર યુનીવર્સીટીમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીનીઓની આ અદભુત સિદ્ધી બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા બંને વિધાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

- text

- text