આજા…. ફસાજા ! મોરબીના રોહિદાસપરામાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું યમદૂતની ભૂમિકામાં

- text


મોરબી : અંધેર નગરી જેવા મોરબી નગર પાલિકાના શાસનમાં દરરોજ કઈ ને કઈ ભવાડા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભની ઢાંકણું તંત્રએ ખુલ્લું મૂકી દેતા અહીંથી પસાર થતા લોકો સાક્ષાત યમરાજના દર્શન કરી રહ્યા છે.

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં મેઈન રોડ ઉપર નગરપાલિકાના લાપરવાહ તંત્રવાહકોએ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં અહીં નવું ઢાંકણ ફિટ કરવાની તસ્દી ન લેતા અહીંથી પસાર થતા લોકો માટે જીવનું જોખમ ઉભું થયું છે. ખાસ કરીને રાત્રીના સમયે આ ખુલ્લી ભૂગર્ભ ગટર કઈ કેટલાય લોકોને ગોથા ખવડાવી રહી હોવા છતાં પાલિકાના ચૂંટાયેલા નગરસેવકો પણ આ જોખમી ખુલ્લી ગટર બંધ નહીં કરાવતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

- text