છોટાઉદેપુર જિલ્લાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી મોરબી તાલૂકા પોલીસ

- text


 

આરોપી સિરામિક ફેકટરીમાં કામ કરતો હતો, પોલીસે પોકેટકોપ એપ્લીકેશનની મદદથી આરોપીને ઝડપી પાડ્યો

મોરબી : છોટાઉદેપુર જિલ્લા પોલીસમાં જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને પોકેટકોપ એપ્લીકેશનની મદદથી મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કારખાનામાં કામ કરતા બહારના મજુરોને ચેક કરવાની કામગીરીમાં હતો. તે દરમ્યાન નીચીમાંડલ ગામ પાસે આવેલ કેવલ ગ્રેનીટો નામના કારખાનામાં મજુરી કામ કરતા ઈસમ સુરમલભાઈ હજારીયાભાઈ રાઠવા ઉવ-૨૪ ધંધો-મજુરી રહે, ખેરવાડા તા.સોઢવા જ.અલીરાજપુર,એમપી હાલ. કેવલ ગ્રેનીટો નીચી માંડલ ગામની સીમ તા-જી મોરબી વાળાની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપ એપ્લીકેશનમાં આરોપી સર્ચ કરતા પાવી જેતપર પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૩૨૨૦૮૩૩/૨૦૨૨ આઈ.પી.સી ૨૨૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ જણાય આવ્યું હતું.

- text

બાદમાં પાવી જેતપર પોલીસ સ્ટેશનમાં આ બાબતે વેરીફાય કરતા આરોપી આ ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી મજકુર આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર અટક કરી આરોપીનો કબ્જો સંભાળવા પાવી જેતપર પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇવી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલાઝ પોલીસ હેડ કોન્સ. જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, અરવિંદભાઇ મકવાણા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા જોડાયેલ હતા.

- text