ચા સાથે દારૂનો ધંધો ! ઉંચી માંડલ નજીક દારૂની બે બોટલ સાથે ચાની હોટલવાળો ઝડપાયો

- text


મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં ચાની હોટલ ચલાવતો ધંધાર્થી દારૂની બાટલીઓ પણ વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે પગલાં ભર્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હળવદ રોડ ઉપર ઉંચી માંડલ નજીક ચાની કેબિન ધરાવતો ખુમાનસંગ ભુપતભાઇ ડાભી ચા ની સાથે વિદેશી દારૂ વેચી રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ભૂપતસંગના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 2 બોટલ કિંમત રૂપિયા 750 મળી આવતા મોરબી તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text