મોરબીમાં ધોળા દિવસે તસ્કરો ફ્લેટની બારીમાંથી ઘુસી 1.70 લાખની માલમતા ચોરી ગયા

- text


ઘરધણી લગ્ન પ્રસંગમાં ગયા અને છ કલાક બંધ રહેલા ફ્લેટમાં ચોરી થઈ : રવાપર પ્રાથમિક શાળા નજીક આવેલ ભુમીપેલેસ ફ્લેટમાં બનેલો બનાવ

મોરબી : મોરબીમાં ઘરધણી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં જતા ગઈકાલે માત્ર છ કલાક બંધ રહેલા ફ્લેટમાં તસ્કરો બાથરૂમની બારીમાંથી અંદર ઘુસી સોનાની માળા, પાટલા અને રોકડ મળી રૂપિયા 1.70લાખની માતમતા ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ભૂમિ પેલેસે ફ્લેટના સાતમા માળે રહેતા મૂળ જોડિયા તાલુકાના રસનાળ ગામના કૈલાશભાઈ પ્રાગજીભાઈ જીવાણી અને તેમના પરિવારજનો લગ્નપ્રસંગમાં હાજરી આપવા ફ્લેટ બંધ કરીને ગયા બાદ તસ્કરોએ કલાકો માટે બંધ રહેલા ફ્લેટને નિશાન બનાવી 1.70 લાખની ચોરીને અંજામ આપ્યો હતો.

- text

વધુમા ચોરીના આ બનાવ અંગે ફ્લેટ માલિક કૈલાશભાઈ પ્રાગજીભાઈ જીવાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, સવારના આઠેક વાગ્યે પરિવાર સાથે તેઓ સંબંધીને ત્યાં લગ્નમાં ગયા બાદ બપોરે બે વાગ્યે ઘેર પરત આવતા ફ્લેટનો દરવાજો ન ખુલતા ફ્લેટના પાછળના ભાગે જોતા બાથરૂમની બારીના કાચ તોડી તસ્કરો ફ્લેટની અંદર ઘુસી સોનાની માળા, બંગડી અને રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 1.70 લાખની માલમતા ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text