માળીયા હાઇવે ઉપર કન્ટેનર ટ્રકે બાઈકને હડફેટે લેતા એકને ઇજા

- text


મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક જીજે – 12 -Az- 8448 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે જીજે – 36 -Q – 0410 નંબરના મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા અંજીયાસર ગામે બેસણામા જઈ રહેલા સોકતભાઈ ભટ્ટી રહે. માળીયા વાળાને પગમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે બાઈક ચાલક સૌકતભાઈના પુત્ર હાજીભાઈ ભટ્ટીએ ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text