વાંકાનેરમાં રેલવે ફાટકથી નાગરિકોને પરેશાની

- text


રેલવે સ્ટેશન નજીક આવેલ ફાટક વધુ સમય બંધ રહેતાં રજૂઆત, રેલવે વિભાગે ખેદ વ્યક્ત કર્યો

વાંકાનેરઃ વાંકાનેર રેલવે સ્ટેશન નજીક આવેલી ફાટક અવારનવાર વધુ સમય બંધ રહેતા આ અંગે હશનપર ગામના જાગૃત વકીલ મિતુલભાઈ ખરગીયાએ રેલવે વિભાગને રજૂઆત કરી હતી રજૂઆતને પગલે રેલવે વિભાગે ખેદ વ્યક્ત કરીને હવે આ સમસ્યા નહીં ઉભી થાય તેવી ખાતરી આપી હતી.

વાંકાનેરના એડવોકેટ મિતુલભાઈ ખરગીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાંકાનેર મેઈન સ્ટેશનની નજીક ફાટક અવારનવાર વધુ સમય સુધી બંધ રહે છે. ઘણી વખત ટ્રેન પસાર થઈ જાય તો પણ 5 મિનિટથી વધુ ફાટક બંધ હોય છે. જેના કારણે સવારે કામ પર જતાં લોકોને મુશ્કેલી ઉભી થાય છે. ઘણી વખત ફાટક વચ્ચે માલગાડી ઉભી રાખી લોકોનો સમય બગાડવામાં આવે છે. તો આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે. ત્યારે રેલવે વિભાગને મળેલી આ ફરિયાદના પ્રત્યુતરમાં રેલવે વિભાગ દ્વારા જણાવાયું હતું કે, માલગાડીમાં ઈમરજન્સી ઈંધણ જરૂરી હોય છે અને ટ્રેનમાં ઈંધણ ભરવા માટે પુશ બેકની જરૂર હોય છે તેથી ફાટક 16 મિનિટ સુધી બંધ રખાયું હતું. આવું કોઈકવાર જ બનતું હોય છે. આવી ઘટનાઓ ન બને તે માટે રેલવે વિભાગ કામ કરી રહ્યું છે. અને એવી જગ્યાએ ફ્યુલિંગ પોઈન્ટ બદલવાની કામગીરી કરાઈ રહી છે જ્યાં ફાટક બંધ રાખવાની જરૂર ન પડે.

- text

- text