બેલા નજીક સીરામીક ફેકટરીમાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના બેલા ગામ નજીક આવેલ બેન્ટા સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે પડી જતા મોરબી વિશિપરામા રહેતા રસુલભાઈ અલારખાભાઈ કટિયા નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text