મોરબીમાં ભુલાયેલી શેરી રમતો જીવંત કરવા રોટરી કબલ દ્વારા ધમાલગલીનું આયોજન

- text


બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમશે

મોરબી : આજના એન્ડ્રોઇડ,આઇઓએસ જેવા મોબાઈલ યુગમાં દુનિયા આખી આંગળીના ટેરવે આવી ગઈ હોવાથી મોટાભાગના બાળકો મોબાઈલમાં અવનવી ગેમ રમે છે જેમાં બાળપણ ખરા અર્થેમાં ખીલતું તે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી શેરી રમતો વિસરાય ગઈ છે.આ શેરી રમતો એટલી ભુલાય ગઈ છે કે આવનારી પેઢી માટે શેરી રમતો દંતકથા બની જાય તેવી સ્થિતિ ઉદભવી છે. ત્યારે બાળકો ફરી શેરી રમતો રમીને કુદરતના ખોળે બાળપણ ખીલી શકે તે માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે.

- text

મોરબી રોટરી ક્લબ દ્વારા જૂની શેરી રમતો જેવી કે લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, મલ કુસ્તી,લખોટી, સાપસીડી, દોરડા કુદને ફરી જીવંત કરવા માટે ધમાલગલી નામથી બાળકોને શેરી રમતો રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધમાલગલી તા.22ને રવિવારે સવારે 7-30 કલાકે ભવાની જિન મિલ કું, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે યોજાશે. જેમાં બાળકો જૂની ભુલાયેલી શેરી રમતો રમીને બાળપણની સાચી મજા માણશે.બાળકો અને ખાસ નેત્રહિન ભાઈ બહેનો ક્રિકેટ, પ્લેઈગ કાર્ડ, ચેસ, લુડો સહિતની જૂની શેરી રમતો રમશે. સાથેસાથે ઝુંમ્બા, લાઈવ, ડી.જે.સેલ્ફી ઝોન, કોર્નરની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટેરાઓ પણ જૂની શેરી રમતોના આયોજનથી પોતાના બાળપણની યાદ તાજી કરશે. આ શેરી રમતોના આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રેસિડન્ટ અશોકભાઈ મહેતા, બંસી શેઠ, સેક્રેટરી રસેશ શેઠ, ધમાલગલીના ચેરમેન સિદ્ધાર્થ જોશી સહિતના ભારે જહેમત ઉઠાવી છે.

- text