મોરબીની રાજપર તાલુકા શાળાનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાયો

- text


સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ અને દેશ ભક્તિના કાર્યક્રમ યોજાયા

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે આવેલી રજવાડા વખતની રાજપર તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં રાજપર તાલુકા શાળા દ્વારા ભવ્ય શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય નાટકો, ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

શાળાના શતાબ્દી મહોત્સવમાં આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ વિવિધ કાર્યક્રમો આબેહૂબ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોને ખુશ કરી દીધા હતા. આ સમારોહ વિધાર્થીઓને, યુવાનોને પ્રેરણા મળે તે હેતુ થી સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્રનો આબેહૂબ અભિનય રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના ધો 1થી 8 માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓના તેમજ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનાર ભૂતપૂર્વ વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text