મોરબીમાં વર્ષ 2022મા બાળજન્મ દરમાં વધારો

- text


દિકરા – દિકરીઓ વચ્ચે ખૂબ જ મોટું અંતર : કોરોના મહામારી વર્ષની તુલનાએ 1863 બાળકો વધુ જન્મ્યા : 1829 બાળકોના જન્મતા સાથે મૃત્યુ

મોરબી : મોરબી શહેરમાં કોરોના મહામારીના વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022મા બાળકોના જન્મદરમા વૃદ્ધિ થઈ છે, મોરબી નગર પાલિકાના આંકડા મુજબ શહેરમાં વર્ષ 2022મા 13785 બાળકોનો જન્મ થયો હતો. જે વર્ષ 2021ની તુલનાએ 1863 બાળકો વધુ જન્મ્યા છે. જો કે સેક્સ રેશિયો મુજબ દિકરા – દિકરીના જન્મ વચ્ચે ખૂબ જ મોટો તફાવત ચિંતાજનક છે.

નગર પાલિકાના આંકડા મુજબ મોરબી શહેરમાં વર્ષ 2022મા 7246 દિકરા અને 6538 દિકરીઓ સહિત કુલ 13785 બાળકોનો જન્મ થયો હતો. વર્ષ 2021મા જોઈએ તો 6248 દિકરા અને 5674 દિકરીઓ મળી 11,922 બાળકોનો જન્મ થયો હોય વર્ષ 2022મા 1863 બાળકો વધુ જન્મ્યા છે.

- text

પાલિકાના આંકડા મુજબ વર્ષ 2022મા મોરબી શહેરમાં જન્મેલા બાળકો પૈકી 1829 બાળકોના જન્મતા વેંત મૃત્યુ નિપજ્યા હતા. મૃત્યુ પામનાર બાળકોમાં 1041 દિકરા અને 787 દિકરીઓનો સમાવેશ થાય છે. જો કે સરકારી જન્મદરના આંકડા જોતા સ્ત્રી – પુરુષ જન્મદરનો મોટો તફાવત આવનાર પેઢી માટે ખુબજ ચિંતાજનક હોવાનું તબીબી આલમ જણાવી રહ્યો છે.

- text