ચાઈનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓને જાગૃત કરતી ટંકારા પોલીસ 

- text


ટંકારા : ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા ટંકારા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે કાર્યક્રમ યોજવાની સાથે વ્યાપક જનજાગૃતિ માટે પેસેન્જર વાહનમાં બેનર-સ્ટીકર લગાવી જનજન સુધી આ વાત પહોંચતી કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો

ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.હેરભા અને તેમની ટિમ દ્વારા ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય અને એમ.ડી.વિદ્યાલયના વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે સામાજિક જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચાઈનીઝ દોરીથી થતા નુકશાન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. આ તકે બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને સાથે જ પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી.

આ ઉપરાંત ટંકારા પોલીસ દ્વારા લોક જાગૃતિ માટે પેસેન્જર વાહન પાછળ બેનરો, સ્ટીકરો લગાવી તસ્વીર થકી ગંભીરતા સમજી ખાલી કાયદાના ડરથી નહીં પણ માનવતાની રાહે સમાજમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

- text

- text