માળીયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય મામલે કૃષિમંત્રીને રજુઆત

- text


મોરબી -માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની આગેવાનીમાં માળિયાના અગ્રણીઓ દ્વારા રૂબરૂ રજુઆત 

મોરબી : માળીયા તાલુકામાં ઓણસાલ વધુ વરસાદને કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ જતા અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવી હતી પરંતુ આ સહાય પેકેજથી અનેક ખેડૂતો વંચિત રહેતા આજે મોરબી -માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની આગેવાનીમાં માળિયાના અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ખાતે કૃષિમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકામાં અતિ વરસાદને કારણે પાક નુકસાનનું વળતરની સહાય માટે અતિવૃષ્ટિ પેકેજ સહાયમાં બાકી રહેલ લાભાર્થી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા બાબતે આજરોજ ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ માળીયા તાલુકાના આગેવાન મણિલાલ સરડવા, તરઘરી સરપંચ સાગરભાઈ ફુલતરિયા, પ્રાણજીવનભાઈ કાવર, માળીયા તાલૂકા ખરીદ વેચાણ સંઘના મનહર ભાઈ બાવરવા તથા અન્ય આગેવાનોએ રજુઆત કરી હતી.

- text