હળવદની કડીયાણા પે સેન્ટર શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


હળવદઃ હળવદ તાલુકાના કડીયાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ પર ચિત્રો કંડાર્યા હતા.

હળવદ તાલુકાની કડીયાણા પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જૂના દેવળીયાના સહયોગથી વ્યસનમુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબરે વિજેતા થનાર વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા તથા શાળાના 323 જેટલા બાળકોને કાર્યક્રમના અંતે નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને અંતે આર.પી.એચ.સી. સુપરવાઈઝર બસીયાભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અને પરિવારને પણ આ વ્યસનથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. હાર્દિકભાઈ, CHO મીતભાઈ, એમ.પી.એચ.ડબ્લ્યુ મોહીતભાઈ, FHW શિલ્પાબેન હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text