સ્વીફ્ટ કારમાં રમની હેરાફેરી કરતા બે શખ્સને દબોચી લેતી માળીયા પોલીસ

- text


મોરબીના બન્ને શખ્સને કબ્જામાંથી 228 બોટલ મળી આવી

મોરબી : માળીયા પોલીસે જુના રેલવે ફાટક નજીકથી વિદેશી દારૂથી છલોછલ ભરેલી સ્વીફ્ટ કાર સાથે મોરબીના બે બુટલેગરને ઝડપી લઈ રૂપિયા 2.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે જુના રેલવે ફાટક પાસે વોચ ગોઠવી અહીંથી પસાર થતી સ્વીફ્ટ કારને આંતરી તલાસી લેતા કારમાંથી વાઈલ્ડ હોર્સ બ્રાન્ડ ત્રિપલ એક્સ રમની 228 બોટલ સાથે મોરબીના મહેબૂબભાઈ સુલેમાનભાઈ સુમરા અને સાગર કાંતિભાઈ પલાણ નામના શખ્સ ઝડપાઇ ગયા હતા.

- text

માળીયા પોલીસે બન્ને શખ્સના કબ્જામાંથી રૂપિયા 68,400ની કિંમતની દારૂની બોટલ તેમજ રૂપિયા 2 લાખની સ્વીફ્ટ કાર મળી કુલ રૂપિયા 2.68 લાખનો મૂળમાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text