ટંકારાના ઘુનડા ગામે એક્સેસ ઉપર દેશી દારૂની ખેપ મારતા બે ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસે ઘુનડા ગામના ઝાપા નજીકથી બે શખ્સને એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા ઝડપી લઈ દેશી દારૂનો જથ્થો આપનાર વ્યક્તિને ફરાર દર્શાવી ત્રણ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુનડા ગામના ઝાપા નજીકથી નમ્બર વગરના એક્સેસ મોટર સાયકલ ઉપર 50 લીટર દેશી દારૂ લઈને નીકળેલા ચીરાગભાઇ મોહનભાઇ પરમાર અને સંજયપરી મનસુખપરી ગોસ્વામીને ઝડપી લેતા બન્નેએ દારૂનો આ જથ્થો મનોજભાઇ બાબુભાઇ કુંઢીયા રહે.પંચાસીયા વાળા પાસેથી ખરીદ્યો હોવાનું કબૂલાત પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text