ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું

- text


ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું 

ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે એક વર્ષ પૂરું થાય તે પહેલાં રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

- text

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું તેઓ એક વર્ષથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. પણ તેઓ મહિલા હોવાથી ઘર-પરિવારની જવાબદારી નિભાવવી પડતી હોય અને ઘરકામની સાથે ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પૂરેપૂરી જવાબદારી નિભાવી શકતા નથી અને પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હોય સરપંચ તરીકે રાજીખુશીથી રાજીનામુ આપું છું. કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપતા હોય તેઓએ આ રાજીનામુ મંજૂર કરવા જણાવ્યું છે.

- text