મોરબીમાં ઉછીના પૈસા અને કામ બાબતે કાકા – અદાના ભાઈઓ બાખડયા

- text


મોરબી : મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળના વાડી વિસ્તારમાં રહેતા કાકા – અદાના સંતાનો વચ્ચે ઉછીના પૈસા પરત આપવા મામલે તેમજ કામ બાબતે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ કૈણકણાની વાડી વિસ્તારમાં રહેતા સુનિલભાઈ હરજીવનભાઈ પરમાર નામના યુવાને તેમના કાકાના દીકરા બાબુલાલ ઉર્ફે કારો પ્રભુભાઈ પરમારને રૂપિયા 5 હજાર હાથ ઉછીના આપેલ હોય જે પરત માંગતા આરોપી બાબુલાલ ઉર્ફે કારાએ સુનીલને માર મારી ઉલિયાનુ કામ બંધ કરી દેવા ધમકી આપી આંગળીમાં ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text