માણાબા ગામે યોજાયા ઘડિયા લગ્ન

- text


માળીયા (મી.): લગ્નપ્રસંગોમાં થતાં બિનજરૂરી ખર્ચ અટકાવવાના હેતુથી મોરબી જિલ્લામાં ઘડિયા લગ્ન યોજાઈ રહ્યા છે. ત્યારે તાલુકાના માણાબા ગામે વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા.

ગત તારીખ 13 ડિસેમ્બર ને મંગળવારના રોજ માણાબા ગામે પટેલ પરિવારમાં ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં માણાબા ગામના જયંતિલાલ રામજીભાઈ ચારોલાના સુપુત્ર જયદિપના લગ્ન હળવદ નિવાસી હસમુખભાઈ પ્રભુભાઈ પારેજીયાની પુત્રી વૈશાલી સાથે યોજાયા હતા આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રાણજીવનભાઈ કાવર, રતિલાલ વિડજા, વાસુદેવભાઈ સનોજિયા, જગદીશભાઈ બુડાસના તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આ નવ દંપતીને શુભ આશિષ પાઠવ્યા હતા.

- text

- text