વાંકાનેર : યુવા મહોત્સવમાં એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી

- text


વાંકાનેર: વડોદરા ખાતે યોજાયેલા મધ્ય ઝોન કક્ષાના યુવા મહોત્સવમાં વાંકાનેરની શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ લોકકૃત્ય સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને વાંકાનેર અને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text

શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઝોન કક્ષાની સ્પર્ધામાં લોકનૃત્ય સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો છે જ્યારે ગઝલ શાયરી વિભાગમાં કોલેજની ખાન સાનિયા અહમદભાઈએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, ટ્રસ્ટીગણ, પ્રધાન આચાર્ય દર્શનાબેન તથા પ્રમુખ લલિતભાઈ મહેતા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું છે.

- text