મોરબી અને વાંકાનેરમાં વીજ અકસ્માત અંગે જાગૃતિ લાવવા યોજાઈ મોકડ્રિલ

- text


 

સલામતી સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા આયોજન : સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોના ઉપયોગ બાબતે માર્ગદર્શન અપાયું

વાંકાનેર : ઉર્જા સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે વીજ અકસ્માત ઘટાડવા માટે અને વીજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે મોરબી અને વાંકાનેર પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતું.

પીજીવીસીએલ,વિભાગીય કચેરી, મોરબી 2 દ્વારા જે. સી ગોસ્વામી , કાર્યપાલક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાની વાવડી, શનાળા, વીરપર, ટંકારા પેટા વિભાગ તથા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જેમાં આર. પી. ભટ્ટ, કે. કે. કગથરા તથા એમ. એ. જાદવ, નાયબ ઈજનેર દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતીનું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિષે ઊંડાણપુર્વક માર્ગદર્શન આપેલ તેમજ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવેલ હતી.

- text

વાંકાનેરમાં વિભાગીય કચેરી કાર્યપાલક ઈજનેર પી. એસ. ધુલીયાનાં માર્ગદર્શન હેઠળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેર, ગ્રામ્ય-1, ગ્રામ્ય-2 તથા વિભાગીય કચેરીની મોકડ્રિલમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જી કે સરવૈયા, નાયબ ઈજનેર અને સેફટી ઓફિસર, વિભાગીય કચેરી દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતી નું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોનો કેવીરીતે ઉપયોગ કરવો તેના વિષે ઊંડાણપુર્વક માર્ગદર્શન આપેલ તેમજ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવેલ હતી.

- text