લજાઈ નજીક ટ્રકે ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ

- text


મોરબીના રવાપર રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતું દંપતી ખંડિત : ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો

મોરબી : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારાનાં ધ્રુવનગર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા રાજકોટ લગ્નપ્રસંગમાં જઈ રહેલ દંપતી ખંડિત થયું હતું. ટ્રકની ઠોકર બાદ પત્ની ટ્ર્કના જોટામાં આવી જતા પતિની નજર સામે જ પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારા અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક બાઈક લઈને જઈ રહેલા મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયાના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મુત્યુ નીપજ્યું હતું.આ અકસ્માતમાં ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયાને ઈજાઓ પહોંચી હતી.

મોરબી રોડ ઉપર લજાઈ ચોકડીથી આગળ જીવામામાના મંદિર પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા નિતાબેન ઉપર ટ્રકનો જોટો ફરી વળ્યો હતો.અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.ઘટનાની જાણ થતા જતા ટંકારા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો અને આ દંપતી રાજકોટ લગ્નપ્રસંગમાં જતું હોવાનું બહાર આવ્યું છે.

- text

- text