હળવદના માલણિયાદ ગામે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


ભાગ લેનાર દરેક બાળ વૈજ્ઞાનિકોને બોલપેન અને વિજેતા બાળકોને સ્કેચપેન કલર પેકેટ જેવુ એક સરખું ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા

હળવદ : હળવદમાં સીઆરસી કક્ષાના ૨૦૨૨-૨૩ પ્રદર્શન અન્વયે સીઆરસી ભવન માલણીયાદ અને પે.સે.શાળા માલણીયાદ ખાતે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન ૨૦૨૨ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભાગ લેનાર દરેક બાળ વૈજ્ઞાનિકોને બોલપેન અને વિજેતા બાળકોને સ્કેચપેન કલર પેકેટ જેવુ એક સરખું ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શકના રજિસ્ટ્રેશનથી શરૂઆત કરવામાં આવી હતી. સાદી વિધિથી હરમિતભાઈ જે. પટેલ માલણીયાદ સીઆરસી કો.ઓર્ડિનેટરનાં હસ્તે ઉદઘાટન કરી પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં માલણીયાદ પે.સે. અને જૂની કીડી પે.સે.ની કુલ ૧૧ ઉચ્ચ પ્રા.શાળાઓ એ ભાગ લીધો હતો. આ તમામ શાળાના ૧૧ માર્ગદર્શકો દ્વારા ૨૬ બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરી ૧૩ કૃતિઓ બનાવવામાં આવી હતી. સરકારી મા.શાળાના નિર્ણાયકો શીતલબેન સિંધવ અને પ્રકાશભાઈ પૂજારાએ તમામ કૃતિઓ નિહાળીને નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

આ પ્રદર્શન નિહાળવા ૩ શાળાઓ, ૨૯ શિક્ષકો, ૩૮૮ વિદ્યાર્થીઓ અને ૧૫ ગ્રામજનોએ હાજરી આપી. બાળકોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળ વૈજ્ઞાનિકો દ્વારા તેઓ ભાવિ વૈજ્ઞાનિક બને એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ હતું. પ્રદર્શનને અનુરૂપ ફોટોગ્રાફી કરવામાં આવી અને બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક, નિર્ણાયક તથા વ્યવસ્થાપક માટે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાંજે બાળકોમાં વૈજ્ઞાનિક ગુણ કાયમ માટે જળવાય તેવી વાતો પે.સે.શાળા માલણીયાદના આચાર્ય ગૌરાંગભાઈ પટેલ અને હરમિતભાઈ જે.પટેલ સી.આર.સી કો.ઓના વકતવ્ય દ્વારા કરવામાં આવી હતી. ભાગ લેનાર દરેક બાળ વૈજ્ઞાનિકોને બોલપેન અને વિજેતા બાળકોને સ્કેચપેન કલર પેકેટ જેવુ એક સરખું ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મયાપુર પ્રા.શાળાના આચાર્ય ડી.વી.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- text

- text