ધ્રાંગધ્રા- હળવદ વિસ્તારમાં ભાજપના વરમોરાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા વેપારીઓ મેદાનમાં

- text


 

હળવદ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ સહિત યુવા દલવાડી સમજે ખુલ્લો ટેકો જાહેર કર્યો

ગામે-ગામથી વરમોરાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વિવિધ સમાજના અગ્રણીઓ, સંસ્થાઓના હોદ્દેદારો ભાજપની પડખે

મોરબી : ધ્રાંગધ્રા- હળવદ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને તમામ જ્ઞાતિ સમાજ અને વિવિધ સંસ્થાઓ તરફથી વ્યાપક જન-સમર્થન મળી રહ્યું છે ચૂંટણી પ્રવાસ દરમિયાન ગામેગામથી જે રીતે તેઓને આવકાર મળી રહ્યો છે એ જોતા કાર્યકર્તાઓનો ઉત્સાહ આસમાને પહોંચ્યો છે. દલવાડી સમાજ બાદ યુવા દલવાડી સમાજના હોદ્દેદારો આગેવાનો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દલવાડી સમાજે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ દલવાડી સમાજને અત્યાર સુધી ખૂબ જ સહાય કરી છે તેનો યોગ્ય બદલો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળે તે માટે દલવાડી સમાજના તમામ યુવાઓ જહેમત ઉઠાવશે. ખાસ કરીને વર્ષોથી દલવાડી સમાજ અને ભાજપ એકબીજાના પર્યાય બનીને સામે આવ્યા છે તે જોતા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ દલવાડી સમાજ ધ્રાંગધ્રા- હળવદ બેઠક પર કમળને ખીલવવામાં કોઈ કોર કસર રાખશે નહીં. આ બેઠકમાં રણછોડભાઈ દલવાડી, જેરામભાઈ સોનાગ્રા, પ્રવીણભાઈ સોનાગ્રા, ગીરીશભાઈ લકુમ તેમજ રમેશ ભગત સહિતના જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વરમોરાના સમર્થનમાં હળવદનું વેપારી મહામંડળ તેમજ હળવદ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા વેપારીઓ, અગ્રણીઓ તેમજ હોદ્દેદારોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પણ હળવદ- ધ્રાંગધ્રા ક્ષેત્રના વેપારીઓ સલામતી અને શાંતિપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરી શકે અને જાહેર સુખાકારીમાં વધારો થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટી કાઢવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આજે તારીખ 24ને ગુરુવારે હળવદ તાલુકાના 14 ગામોના ચૂંટણી પ્રવાસમાં વરમોરાને ઠેર ઠેરથી આવકાર મળ્યો હતો. જેમાં જુના કોયબા નવા કોયબા, હરીપર, સાપકડા, ચિત્રોડી, દીધાડિયા, ભાલગામડા, ગોલાસણ, મેરુપર, પાંડાતીર્થ, સરંભડા, સુંદરી ભવાની, માથક અને ઘનશ્યામપુર ગામોમાં વરમરાનું સ્વાગત કુવારી કન્યાઓએ કંકુ ચોખાથી કર્યું હતું જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ક્ષેત્રમાં ભાજપ એમના પાછલા તમામ રેકોર્ડ તોડીને જંગી બહુમતીથી ભગવો લહેરાવશે.

- text

- text