હળવદ તાલુકા સુખપર નજીક ફ્લોર મિલમાં 40 લાખની વિજચોરી ઝડપાઇ

- text


 

વીજ તંત્ર દ્વારા ચૂંટણી સમયે જ વીજ ચેકીંગ કરવામાં આવતા રોષ

હળવદ : હળવદ તાલુકાના સુખપુર ગામ નજીક આજે વીજ કંપની દ્વારા ફ્લોર મિલમાં વીજ ચેકીંગ કરી રૂપિયા 40 લાખનું વીજ ચોરીનું બિલ ફટકારવામા આવતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ હળવદ તાલુકાના સુખપુર ગામે વીજ તંત્ર દ્વારા દલવાડી સમાજ થોભણભાઇ વિરજીભાઇ કણઝરીયાના ફ્લોર મિલ પ્લાન્ટ વીજ ચોરી મામલે કાર્યવાહી કરી રૂપિયા 40 લાખની વીજ ચોરી પકડી પાડી હતી. ચુંટણી સમયે જ વીજ કંપનીની કાર્યવાહીને લઈ લોકોમાં નારાજગી સાથે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

- text

- text