મોરબીના લાલપર ગામે દેશી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

- text


 

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી શખ્સને હથિયાર સાથે દબોચ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયા તથા ભગીરથભાઇ લોખીલને મળેલ બાતમીને આધારે પીએસઆઇ વી.જી.જેઠવા સહિતના સ્ટાફે લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી આરોપી સંજયભાઇ ભરતભાઇ જંજવાડીયા, ઉ.26, રહે. વિદ્યાનગર સોસાયટી, એન જી.મહેતા સાયન્સ કોલેજ સામે, આશાપુરા પાન પાસે, તા.જી.મોરબી, મુળ રહે. વેજલપર, તા.માળીયા વાળાને દેશી હાથ બનાવટનુ લોખંડનુ જામગરી જેવુ હથિયાર કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

આ સફળ કામગીરી પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા સહિતના સ્ટાફે કરી હતી.

 

- text