જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 નવેમ્બરે રદ

- text


મોરબી : પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્શનમાં આવેલ સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (DFCCIL) વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO) કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ 27 નવેમ્બરની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ 28 નવેમ્બરની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

- text

ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- text