ઝૂલતા પુલ દુર્ઘટના કેસની તપાસમાં સરકાર ફેઈલ, સીટીંગ જજ તપાસ કરે : કોંગ્રેસ

- text


ગુજરાતમાં ડબલ એન્જીન સરકારનું એન્જીન જ ફેઈલ, આરોગ્ય, શિક્ષણ, અને બેરોજગારીથી પ્રજા ત્રસ્ત

મોરબી : વિધાનસભા ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અજય ઉપાધ્યાય મોરબીની મુલાકાતે આવ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધન કરી ઝૂલતા પુલ સહિતની બાબતો અંગે ગુજરાત સરકારને આડે હાથ લઈ ઝૂલતા પુલ દુર્ઘટનાના દોષિત લોકોને જેલભેગા કરવા માંગ કરી સીટીંગ જજ મારફતે તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગ કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અજય ઉપાધ્યાયે આજે મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમ પ્રચાર માટે મોરબી આવ્યા હતા. આ તકે તેઓએ પત્રકાર પરિષદને સંબોધી ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનું એન્જીન ફેઈલ થઈ ગયુ હોવાનું કહેતા જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રે સરકાર કશું જ કરી શકી નથી ઉલટુ પેપર લીક જેવા કાંડ સર્જી સરકાર જ લીક થઈ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુમાં અજય ઉપાધ્યાયે ઉમેર્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામા 135 લોકોના મૃત્યુ થવા છતાં ભાજપના સહયોગી, સાથીદાર ઉદ્યોગપતિને આચ આવી નથી ઉલટું ચોકીદાર અને ટિકિટ કાપનારા ને જેલમાં ધકેલાયા છે ત્યારે સીટીંગ જજ મારફતે તપાસ કરાવી નગરપાલિકાના અધિકારી, પદાધિકારી સહિતના દોષીતો અને ભાજપ સાથે સંકળાયેલા દોષિત ઉદ્યોગપતિને સજા થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે રીતે તપાસ કરી નિર્દોષ લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી હતી.

- text

સાથો સાથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાએ સુરતમાંથી પકડાયેલ રોકડ મામલે કોંગ્રેસને કોઈ નિસબત ન હોવાનું અને આ મામલે સરકાર સંપૂર્ણ તપાસ કરાવે તેવી માંગ પણ અંતમાં ઉઠાવી હતી.

- text