ઈવીએમ, વીવીપેટ કેમ જોડશો ? ચૂંટણી સ્ટાફને સઘન તાલીમ અપાઈ

- text


મોરબીમાં પોલીગ સ્ટાફ, સખી મતદાન મથકોના મહિલા સ્ટાફ સહિતનાને ઇવીએમ અને વિવિપેટની મતદાન પ્રક્રિયા અંગે સમજણ અપાઈ

મોરબી : મીરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ અને તટસ્થતાથી ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી તંત્ર સજ્જ બનીને ચૂંટણીની કામગીરી તેજ બનાવી દીધી છે. ત્યારે મોરબીમાં વિધાનસભાની ચૂંટણી કાર્ય સંભાળનાર પોલીગ સ્ટાફ પોલીગ સ્ટાફ, સખી મતદાન મથકોના મહિલા સ્ટાફ સહિતનાને ઇવીએમ અને વિવિપેટની મતદાન પ્રક્રિયા અંગે સમજણ અપાઈ હતી.

મોરબીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદામ મથકો ઉપર મતદાન કામગીરી કરનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના ત્રણ જુદી જુદી જગ્યાએ યોજાયેલી તાલીમમાં મતદાર યાદી, ઇવીએમ, વિવિપેટ, બી.યુ સી.યુ. સહિતના પર મતદાન કેવી રીતે કરાવવું તેનું સંપુર્ણપણે નિર્દર્શન કરીને આ ફરજ પરના સ્ટાફની કામગીરી સમજાવી હતી. સખી મતદાન મથકોના મહિલા સ્ટાફને પણ આ કામગીરીની તાલીમ આપવામાં આવી હતી સવારે અને બપોરે બે સેશનમાં યોજાયેલી તાલીમમાં પ્રાંત અધિકારી ડી એ.ઝાલા, મામલતદાર નિખિલ મહેતા સહિતના સ્ટાફ અને ખાસ ટ્રેનરોએ આ તાલીમ આપી હતી.

- text

- text