મોરબી જિલ્લામાં ચણાનું મબલખ વાવેતર

- text


રવિ સિઝનમાં જિલ્લામાં કુલ 13,500 હેકટર પૈકી 5300 હેક્ટરમાં ચણા, 1700 હેકટરમાં રાઈ અને 1300 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર

મોરબી : સિરામીક હબ ગણાતા મોરબી જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં વવાતી વરિયાળીનું વાવેતર ધીમે-ધીમે વધી રહ્યું છે, ઓણસાલ સારા વરસાદ બાદ ખરીફ સીઝન પૂર્ણ થતા મોરબી જિલ્લામાં રવિ મોસમનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે. ગત અઠવાડિયા સુધીમાં જિલ્લામાં રવિ એટલે કે શિયાળુ વાવેતરમાં કુલ 13500 પૈકી 9400 હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે અને સરકારી આંકડા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે.

મોરબી જિલ્લાના ખેતીવાડી ખાતાના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં શિયાળુ પાક માટે અંદાજિત 13,500 હેકટર ઉપર થતા વાવેતરમાં ગત અઠવાડિયા સુધીમાં ચાલુ રવિ સીઝનમાં 5300 હેકટરમાં ચણા, 900 હેકટરમાં ઘઉં, 1700 હેકટરમાં રાઈ,1500 હેકટરમાં જીરું, 1300 હેકટરમાં
વરિયાળી અને 900 હેકટરમાં ધાણાનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત લસણ, મેથી, શાકભાજી, લીલો ઘાસ ચારાનું પણ મોટાપ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને હજુ પણ જેમ જેમ ખરીફ પાકોનું વાવેતર કાપણી પૂર્ણ થયે ખેડૂતો વાવેતર કાર્ય કરી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સિંચાઇની સુવિધા ધરાવતા ગામડાઓમાં રવિ સીઝનમાં પાક વૈવિધ્ય જોવા મળી રહ્યું છે, ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મોરબી જિલ્લામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ ગણાતી વરિયાળીનું વાવેતર વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે જેમાં આ વર્ષે જિલ્લામાં અત્યાર સુધીમાં 1300 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર થયું છે ને સૌથી વધુ ચણાનું વાવેતર કરવાનું ખેડૂતોએ પસંદ કર્યું હોવાનું સરકારી આંકડાઓ ઉપરથી જણાઈ રહ્યું છે.

- text