ટંકારાના સજનપર ગામે બાબો ત્રણ બાટલી સાથે ઝડપાઇ ગયો

- text


પાનની દુકાનમાં થતો દારૂનો વેપલો પોલીસે પકડી પાડ્યો

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે પાનની દુકાનમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બાબો નામના વ્યક્તિને ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સજનપર ગામે કુળદેવી પાન નામની દુકાનમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા દરોડો પાડતા પાનની દુકાનના સંચાલક ગોરધનભાઇ ઉર્ફે બાબો છનાભાઈ ભીંસડીયાના કબ્જામાંથી કાપડની થેલીમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text