ચૂંટણીને લઇ ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

- text


ટંકારા: વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યનો પોલીસ વિભાગ પણ સતર્ક થઈ ગયો છે. ત્યારે ટંકારા ધારાસભામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

ટંકારા પોલીસ મથકના થાણા અમલદાર એચ.આર.હેરભાની અધ્યક્ષતામાં શહેરના રાજમાર્ગો ઉપર સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં અન્ય બટાલિયનના જવાનો પણ જોડાયા હતા. ચૂંટણીમાં અસામાજિક તત્ત્વો ખલેલ ન પહોંચાડે અને શાંતિના વાતાવરણમાં મતદાન થાય એ માટે સુરક્ષા જવાનોએ કમર કસી છે.

આજ રોજ ટંકારા તાલુકાના લજાઈ, વિરપર, હડમતિયા સહિતના ગામોમાં પણ ફલેગ માર્ચ યોજાઈ હતી અને ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text