અમદાવાદમાં ચોરીના ગુનામાં ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડ્યો 

- text


હળવદ : અમદાવાદના ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર શાહીબાગ પો.સ્ટે.ના ચોરીમાં ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા જાતે.કોળી ઉ.વ.૨૫ રહે.પંચમુખી ઢોરો, પેલી શેરી, હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના શાહીબાગ પો.સ્ટે. તથા અમદાવાદ શહેરના ઓઢવ પો.સ્ટે.ને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરીમાં પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઈ પરમાર, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, પો.કોન્સ. કમલેશભાઇ પરમાર રોકાયેલ હતા.

- text