ઝૂલતો પુલ કેમ તૂટ્યો ? ગાંધીનગર, રાજકોટની ટીમ દ્વારા તપાસ

- text


માર્ગ અને મકાન વિભાગની ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરી લેવાઈ, એકાદ બે દિવસમાં રિપોર્ટ સોપશે

મોરબી : 130થી વધુ માનવ જિંદગીને મોતના ખપ્પરમા હોમી દેનાર મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં એસઆઇટી, સ્થાનિક પોલીસના તપાસના ધમધમાટ વચ્ચે આ પુલ કેમ તૂટ્યો ? તે મામલે ગાંધીનગર અને રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને સંભવતઃ એકાદ બે દિવસમાં જ આ અંગેનો રિપોર્ટ આપવામાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

30 ઓક્ટોબર 2022ની ગોઝારી સાંજે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ 130થી વધુ માનવ જિંદગીને ભરખી જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ જાહેરહિતની અરજી દાખલ થઈ છે તેવામા ગાંધીનગર અને રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ટેક્નિકલ ટિમ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

દરમિયાન ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે સેંકડો માનવ જિંદગીની ભોગ લેનાર આ દુર્ઘટનામા ગાંધીનગર અને રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પુલ કયા કારણોસર તૂટ્યો તે અંગેની ટેક્નિકલ તપાસ કરવામાં આવી રહી છે અને સંભવતઃ એકાદ બે દિવસમાં જ હાઈ પાવર કમિટીને રિપોર્ટ સુપરત કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text