કથાકાર મોરારીબાપુએ મોરબીની દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો

- text


નાથાદ્વારામાં ચાલતી કથા દરમિયાન મોરારબાપુએ દરેક મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ તૂટવાની ઘટનામાં સતાવાર રીતે 134ના મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવી દેનાર દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. ત્યારે જાણીતા પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ મોરબીની દુર્ઘટના અંગે ઊંડો વ્યક્ત કરી દરેક હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

નાથાદ્વારામાં ચાલતી કથા દરમિયાન મોરારબાપુએ વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, હાલ નાથાદ્વારામાં તેમની ચાલતી કથા દરમિયાન તેમને મોરબીમાં ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર મળતા ખૂબ જ વ્યથિત થયા છે. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ આક બહુ જ મોટો હોય આ ઘટનાએ સૌ કોઈના કાળજા કપાવી દીધા છે. જેમાં બાળકોનો મોટો લેવાયો તે બાબત ઘણી જ આઘાતજનક છે. આવી આપતિ વખતે બચાવ અને રાહત કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જણાવીને આ સમગ્ર દુર્ઘટના અંગે ઊંડો આઘાત વ્યક્ત કર્યો હતો અને દુર્ઘટનાના દરેક હતભાગીઓના આત્માની શાંતિ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. તેમના હતભાગીઓના પરિવારજનોને પ્રભુ આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી.

- text