29 અને 30 ઓક્ટોબરે જોધપર (નદી) ખાતે રાજપરા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન યોજાશે

- text


તેજસ્વી તારલા, બોદ્ધિક પ્રતિભા તથા વડિલોનું સન્માન કરાશે

મોરબીઃ જોધપર (નદી) મોરબી મુકામે રાજપરા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તારીખ 29 અને 30 ઓક્ટોબર એમ બે દિવસીય ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજપરા પરિવારના તેજસ્વી તારલા, બોદ્ધિક પ્રતિભા તથા વડિલોનું સન્માન કરવામાં આવશે.

તારીખ 29 ઓક્ટોબરને શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે આ સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ સૌ સાથે મળીને વાળુ કરશે. ત્યારબાદ જોધપુરની રાસ મંડળી રાસની રમઝટ બોલાવશે. સાથે જ પરિવારની બાળાઓ/દીકરીઓ/બહેનો/ભાઈઓ પણ સંગીતના તાલે રાસની રમઝટ બોલાવશે. બહેનાનો જુથ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

- text

બીજા દિવસે તારીખ 30 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 8-30 કલાકે પ્રાર્થના અને સ્વાગત થશે. ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે. ત્યારબાદ પરિવારના મહાનુભાવો આર્શીવચન પાઠવશે. પછી પરિવારના બોદ્ધિકોનું સન્માન થશે. પરિવારના ભાઈઓ/બહેનો પ્રાસંગિક ઉદબોધન કરશે. ત્યારબાદ વડિલ વંદના અને તેઓનું સન્માન કરવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમમાં રાજપરા પરિવારને સાનુકુળ ભવિષ્યની કામગીરી અંગે મહત્વના નિર્ણયો પર ચર્ચા થશે અને બપોરે સૌ કોઈ સમૂહ ભોજન લઈને છૂટા પડશે. આ કાર્યક્રમમાં પધારવા રાજપરા પરિવારના વડિલો, બાળકો, ભાઈઓ, બહેનો, તથા રાજપરા પરિવારની સાસરે ગયેલી દીકરીઓ તથા ભાણેજડાને આમંત્રણ પાઠવાયું છે.

- text