મોરબી અને ટંકારામાં નવી કોર્ટ બિલ્ડીંગનું સીએમના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત

- text


ટંકારામાં લાંબા સમયની માંગને અંતે હવે ભાડામાં ચાલતી કોર્ટ નવી બિલ્ડીંગમાં આકાર લેશે

મોરબી : મોરબી જિલ્લાના પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા પૂર્વ સુવિધાઓ સાથે બે નવી કોર્ટ બિલ્ડીંગનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં નવી તમામ સુવિધાઓ સાથે નવી ડિસ્ટ્રીકટ કોર્ટ અને ટંકારામાં પણ નવી કોર્ટનું નિર્માણ કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા પૂર્વ સુવિધાઓ સાથે અનેક જિલ્લાઓમાં નવી કોર્ટ બિલ્ડીંગનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયુ હતું. જેમાં મોરબીમાં નવી ડિસ્ટ્રીકટ કોર્ટનું જિલ્લા ન્યાયાધીશ જોશી અને ટંકારામાં નવી કોર્ટ બિલ્ડીંગનું ન્યાયાધીશ જાદવના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીમાં બાર એસોસિએશનના પ્રમુખ જીતુભા જાડેજા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. 1938.34 કરોડના ખર્ચે મોરબી અને ટંકારામાં ન્યાયાધીશ, વકીલો તેમજ અરજદારો માટે જરૂરી તમામ સુવિધા સાથે નવી કોર્ટ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે.

ટંકારામાં લાંબા સમયથી ટંકારા કોર્ટ બિલ્ડીંગ બનાવવા વકીલો અને જાગુત નાગરિકો માંગ કરી રહ્યા હતા.ત્યારે હવે ટંકારાના લતીપર રોડ ઉપર વિશ્રામગૃહની બાજુમાં નવી કોર્ટ બિલ્ડીંગ તૈયાર થશે. મોરબી એડીશનલ જજ શ્રી વી. એ. બુદ્ધા, ટંકારા સિવિલ પ્રિન્સિપાલ જજ શ્રી એન. સી. જાધવ, ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ પિયુષ ડી. ભટાસણા વકીલ તથા ઉપપ્રમુખ મુકેશ વી. બારૈયા, સેક્રેટરી રમેશ જી. ભાગીયા, ટંકારાના કાયદા તજજ્ઞ અતુલભાઈ ત્રિવેદી, અરવિંદ એમ.છત્રોલા, પરેશ ઉજરીયા, બી. વી. હાલા, રાહુલભાઈ ડાંગર, નિલેશ ભાગિયા અને યુવા વકીલ કાનજી દેવડા તથા ટંકારા કોર્ટ સ્ટાફ અને કર્મચારીઓ અને તમામ વકીલ મંડળની હાજરીમાં ટંકારા કોર્ટનું નવા બિલ્ડિંગનું ખાતમુહર્ત તથા ભુમીપૂજન કરવામાં આવ્યું હતું. ટંકારામાં એક વર્ષની સમય મર્યાદામાં નવ હજાર ચોરસ મીટર જમીન પર 7 કરોડ 34 લાખના ખર્ચે નવુ કોર્ટ બિલ્ડીંગ અતિ આધુનિક સગવડ અને સુવિધા સાથે તૈયાર થશે.

- text

- text