મોરબી જિલ્લા કલેકટર કચેરી તરફના રોડ ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાને ખાડા બુર્યા 

- text


તંત્રએ કરવાનું કામ એક ટ્રાફિક જવાને કર્યું

મોરબી : મોરબીના સામાકાંઠે જિલ્લા કલેકટર કચેરી તરફના રોડના વણાંક ઉપર અગાઉ વરસાદમાં મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં રોજ અધિકારીઓ અહીંથી પસાર થતા હોય છતાં તંત્રએ ખાડા રીપેર ન કરતા અંતે લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈને જીઆરડી જવાને જાતે જ મહેનત કરીને રોડ ઉપરના ખાડા બૂરીને લોકોની મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો કર્યા હતા.

મોરબીના સામાકાંઠે સોઓરડી તરફ જવા માટેના અને પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ સામેના રોડ ઉપર ચોમાસામાં મસમોટા ખાડા પડી ગયા હતા. જો કે આ રોડ ઉપર જિલ્લા કલેકટર કચેરી, એસપીની કચેરી તેમજ જિલ્લા પંચાયત જેવી મહત્વની કચેરી હોય અને અહીંથી દરરોજ અધિકારીઓ નીકળતા હોવા છતાં તેમણે આ ખાડા બાબતે સબંધિત તંત્રનું ધ્યાન દોરવાની જરાય તસ્દી લીધી ન હતી. આ મહત્વની કચેરીઓ તેમજ અહીંથી હાઇવે ઉપર અનેક ઉધોગો આવેલા હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોય દરરોજ અહીં સામે આવેલ ફાટક ખુલવા સમયે ભારે ટ્રાફિકજામ સર્જાઈ છે. તેમાંય ભારે વાહન ઘસારા વચ્ચે મસમોટા ખાડા જીવલેણ બની ગયા હોવાથી આ ચોકડી પર ટ્રાફિકની જવાબદારી સુપેરે નિભાવતા જીઆરડીના જવાને જાતે જ મહેનત કરીને રોડ ઉપર ખાડાનું રિપેરીગ કરીને રાહદારીઓની મુશ્કેલી નિવારવાનો પ્રયાસ કર્યો હતો.

- text

- text