ટંકારાના સજનપર ગામે 26 ઓક્ટોબરે નાટક અને કોમિક રજૂ કરાશે

- text


ટંકારા: આગામી તારીખ 26 ઓક્ટોબર ને બુધવારના રોજ રાત્રે 9:30 કલાકે સજનપર ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઐતિહાસિક નાટક અને કોમિક ભજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સજનપર ગામે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજન પર ગામ દ્વારા ગૌ માતાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક વીર અબડો જામ (કચ્છ કેશરી) અને સાથે કોમિક શેઠની શાહુકારી ભજવામાં આવશે. આ નાટક અને કોમિક નિહાળવા જાહેર જનતાને સમસ્ત સજનપર ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. આ નાટક અને કોમિકનું લાઈવ પ્રસારણ શ્રી આલ્બમ યુ ટ્યુબ ચેનલ પર કરવામાં  આવશે.

- text

- text