મોરબી ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે 11 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

- text


મોરબી : મોરબીની રમતગમત પ્રેમી જનતા માટે ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 11 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

મોરબી મયુર જિમખાના ખાતે ઓપન મોરબી ટેબલ ટેનિસ સિંગલ્સ અને ડબલ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે 11 નવેમ્બર, 2022 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન માટે મિહીર ગોસાઈ (મો.નં. 9979021107) અને મયંક ટાંક (મો.નં. 6353146396) નો સંપર્ક કરવો. આ સ્પર્ધામાં ચેમ્પિયન અને રનર્સઅપને યોગ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

- text

- text